Gujarat Rain Forecast: મિત્રો અત્યારે ઉનાળાની સિઝનનો અંતના આરે છે ત્યારે લોકોને હવે ગરમીનું નહીં પણ બફારાનો અનુભવ થવા જઈ રહ્યો છે, કેમકે વરસાદી માહોલ જમતાની સાથે જ હળવો વરસાદ સાથે લોકોને બફારાનો સામનો કરવો પડી શકે છે. ત્યારે હવામાંન વિભાગ તરફથી એક અગત્યના ન્યુઝ સામે આવ્યા છે. જેમાં આ વર્ષે ચોમાસું વહેલું બેસી શકે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. કેમકે મહારાષ્ટ્ર રાજ્યમાં 10 જૂનથી ચોમાસુ બેસી શકે છે જેના લીધે ગુજરાતમાં પણ ચોમાસુ ચાર-પાંચ દિવસ વહેલા બેસી જાય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
મિત્રો હવામાન વિભાગ દ્વારા તાજેતરમાં આગામી સાત દિવસ માટેની આગાહી જાહેર કરવામાં આવેલ છે જેમાં તેઓએ ગુજરાતના વિવિધ ભાગોમાં પ્રીમોનસુન સિસ્ટમ એક્ટિવ થશે જેના કારણે સામાન્યથી લઈને મધ્યમ વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે અને ગાજવીજ સાથે ભારે પવનો પણ ફુકાઈ શકે છે.
Gujarat Rain Forecast: ચોમાસા પહેલા જ થંડરસ્ટ્રોમ સિસ્ટમ એક્ટિવ
હવામાન વિભાગ દ્વારા વરસાદી આગાહીમાં જણાવ્યા મુજબ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓ એટલે કે દાહોદ, છોટાઉદેપુર, તાપી, વલસાડ, ડાંગ, નવસારી અને દમણ જેવા વિસ્તારોમાં થંડરસ્ટ્રોમ સિસ્ટમ એક્ટિવ થશે. જેના લીધે ભારે પવનો ફુકાવાની તેમજ મધ્ય વરસાદની આગાહી કરવામાં આવેલ છે. તેમજ 8 જૂનથી મધ્ય ગુજરાતના અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદ પડવાની શક્યતાઓ દર્શાવી છે.
મિત્રો તમે જાણો છો કે ગુજરાતમાં સૌથી પહેલા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ પડતો હોય છે કેમકે મહારાષ્ટ્રમાં ગુજરાતથી ચાર થી પાંચ દિવસ અગાઉ ચોમાસુ બેસે છે. જેની અસર સૌ પહેલા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પડતી હોય છે. જેથી 9 જૂન પછી દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદી માહોલ જામશે તેમજ તેની અસર મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જુનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જેવા જિલ્લાઓમાં પણ રહેશે.
તેમજ હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલ આગાહી મુજબ 10 જૂનથી દક્ષિણ ગુજરાત તેમજ મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓમાં થંડરસ્ટ્રોમ સિસ્ટમ એક્ટિવ થશે. જેના લીધે 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન શકે છે અને ગુજરાતમાં 15 જૂન થી ચોમાસુ વિધિવત રીતે બેસી શકે છે તો શું તમે પણ આ ચોમાસાની પૂર્વ તૈયારીઓ કરી અને તારા તમારા પાકોની લણણી કરી લીધી છે.
Read More:- Ministry of Culture Recruitment 2024: પરીક્ષા વગર સીધી ભરતી, પગાર ધોરણ 50000 થી વધુ
હવામાન અંગેની તમામ અપડેટ માટે અમારી આ વેબસાઈટની મુલાકાત લેતા રહો અહીં અમે હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલ તમામ અપડેટ સેર કરતા રહીશું જેથી તમે પણ તમારી પુર્વ તૈયારી કરી શકો છો.