Gujarat SSC Result 10th Date: ધોરણ 10 ના પરિણામની તારીખ જાહેર, આવી રીતે ચેક કરો તમારું પરિણામ

Gujarat SSC Result 10th Date: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજરોજ એટલે કે તારીખ 9 મે ના રોજ સવારે 9:00 વાગે ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવેલ છે. તો જે વિદ્યાર્થી મિત્રોએ 12 માની બોર્ડની પરીક્ષાનું પોતાનું પરિણામ ચકાસવા માગતા હોય તેઓ હવે ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર જઈ અને પોતાનું પરિણામ ચકાસી શકે છે.

જે વિદ્યાર્થી મિત્રોએ ધોરણ 10 ની પરીક્ષા આપી હતી અને હવે તે ધોરણ 10ના બોર્ડના પરિણામની રાહ જોઈને બેઠા છે તો તેમના માટે સારા સમાચાર છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજ રોજ ધોરણ 10 ની બોર્ડની પરીક્ષાનું પરિણામ ની તારીખ જાહેર કરવામાં આવી છે જેના અંતર્ગત હવે ધોરણ 10 નું પરિણામ તમે 11 મે 2024 ના રોજ સવારે 9:00 વાગ્યાથી સત્તાવાર વેબસાઈટ અને Whatsapp ના માધ્યમથી મેળવી શકશો 

Gujarat SSC Result 10th Date

મિત્રો વર્ષ 2023-24 બોર્ડની પરીક્ષામાં અંદાજિત 6 લાખ જેટલા વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓ આપી હતી જેમાં ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા 11 માર્ચથી લઈને 22 માર્ચ દરમિયાન વિવિધ કેન્દ્રોમાં યોજાય હતી. ત્યારબાદ લોકસભાની ચૂંટણીના લીધે ધોરણ 10 અને 12 ના પરિણામની તારીખો થોડી લેટ થઈ હતી. ત્યારબાદ હવે લોકસભાની ચૂંટણીનું ગુજરાતનો તબક્કો પૂર્ણ થતા બોર્ડ દ્વારા ધોરણ 12 નું પરિણામ તો આજે જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ ધોરણ 10 નું પરિણામ પણ 11 મેના રોજ એટલે કે પરમ દિવસે જાહેર કરવામાં આવશે. તો જે વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ના પરિણામ ની રાહ જોઈને બેઠા છે તેમના માટે તેમનું પરિણામ ચકાસવાની સંપૂર્ણ માહિતી અમે અહીં શેર કરીશું.

આ પણ વાંચો:- Gujarat Board Class 12 Toppers List 2024: ધોરણ 12 ના બોર્ડના પરિણામમાં આ વિધાર્થીઓ રહ્યા ટોપર

ધોરણ 10 બોર્ડનું પરિણામ તપાસો

Gujarat SSC Result 10th Date: મિત્રો ગુજરાત રાજ્યની માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક પરીક્ષા બોર્ડ દ્વારા હવે ધોરણ 10 ના પરિણામોની તારીખ જાહેર કરાતા, જો તમે તમારું પરિણામ સૌપ્રથમ મળવા માગતા હો તો તમે અમારી વેબસાઈટ સાથે જોડાયેલા રહો અને અહીં અમે સ્ટેપ બાય સ્ટેપ પરિણામ જોવાની લીંક અને રીઝલ્ટ વિષેની માહિતી તમારી સાથે સેર કરીશું.

  • મિત્રો જો તમે ત્રણ બોર્ડ નું પરિણામ જોવા મળતા તો સૌ પ્રથમ તમારી સત્તાવાર વેબસાઈટ gseb.org પર જવું પડશે
  • ત્યારબાદ બોર્ડની સત્તાવાર વેબસાઈટ ના હોમ પેજ પર તમને ધોરણ 10નું પરિણામનું પેજ 11 મે 2024 ને શનિવાર રોજ સવારે 9:00 વાગે લાઈવ દેખાશે.
  • તમે બોર્ડની સાઇટ પર તમારો બેઠક નંબર કે સીરીયલ નંબર દાખલ કરવાનો રહેશે
  •  ત્યારબાદ તમારા બેઠક નંબરની સામે આપેલો કેપ્ચા કોડ માં કુલ સરવાળો દાખલ કરીને, ત્યાં આપેલ GO બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે તમારી સ્ક્રીન ઉપર ધોરણ 10 નું પરિણામ દેખાશે જેને તમે સેવ કરી રાખવાનો રહેશે.

 જો તમે ધોરણ 10નું પરિણામ whatsapp માં પણ મેળવવા માગતા હો તો બોર્ડ દ્વારા સત્તાવાર Whatsapp નંબર જાહેર કરવામાં આવશે જેની માહિતી પણ અમે અન્ય લેખમાં તમારી સાથે શેર કરીશું જેની મદદથી તમે ધોરણ 10 નું બોર્ડનું પરિણામ Whatsapp ના માધ્યમથી પણ મેળવી શકશો.

તો મિત્રો હવે જે મિત્રો ધોરણ 10ના બોર્ડની પરીક્ષાની રાહ જોઈને બેઠા હતા તેમની પાસે આ તાજા સમાચાર શેર કરીને તેમને પણ તેમનું બોર્ડનું પરિણામ સૌપ્રથમ જોવા માટે અમારી વેબસાઇટના મુલાકાત લેવા અને અમારા Whatsapp ગ્રુપમાં જોડાવા માટે વિનંતી છે અને અમારી ટીમ દ્વારા તમામ વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાના પરિણામને શુભકામના પાઠવીએ છીએ, આભાર.

આ પણ વાંચો:-

Leave a Comment