Gujarat Summer Vacation Date: ગુજરાતમાં શાળાઓમાં ઉનાળુ વેકેશનની તારીખ રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ છે. રાજ્યની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં દર વર્ષે આ વેકેશનની જાહેરાત કરવામાં આવે છે. આ વર્ષે ગુજરાતની સરકારી અને ખાનગી તમામ શાળાઓ અને પી.ટી.સી કોલેજોમાં માં કુલ 35 દિવસનું વેકેશન રહેશે. આ ઉનાળુ વેકેશન દરમિયાન શાળાઓના વાર્ષિક પરિણામ જાહેરા કરવામાં આવશે.
રાજ્યમાં ઉનાળુ વેકેશન જાહેર
જ્યારે ઉનાળામાં બાળકોનું વેકેશન પડે છે ત્યારે વાલીઓ વિવિધ જગ્યાઓ ફરવા જવાનો પ્લાન બનાવતા હોય છે જેમાં ખાસ કરીન હિલ સ્ટેશન અથવા બરફિલા વિસ્તારમાં જવાનું પસંદ કરતા હોય છે. જો તમે પણ આ વેકેશનમાં ફેમિલી સાથે ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમે ગુજરાતમાં સાપુતારા, પાવાગઠ, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને કડાણા ડેમ જેવી જગ્યાઓ પર ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો અથવા ગુજરાત્માં નહી પણ ગુજરાતીઓનું ફેવરેટ માઉન્ટ આબુ પણ જઈ શકો છો. તો ચાલો જાણીએ કે આ વર્ષે ઉનાળાનું વેકેશન કેટ્લા દિવસ્નુ રહેશે અને કઈ તારીખે સ્કુલો ફરિથી ચાલુ થશે.
Gujarat Summer Vacation Date
રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ઉનાળાનુ વેકેશન કુલ 35 દિવસનું રહેશે જેમાં 9 મે 2024 થી વેકેશન શરુ થશે અને 12 જુન 2024 ના રોજ ઉનાળુ વેકેશન પુર્ણ થશે ત્યારબાદ 13 જુન ગુરુવારથી શાળાઓનું નવું શૈક્ષણિક વર્ષની શરૂઆત થશે.
ગુજરાતની યુનિવર્સિટીઓમાં ઉનાળુ વેકેશન 2024 નો સમયગાળો । Gujarat University Summer Vacation 2024
મિત્રો ગુજરાતની યુનિવર્સિટીઓમાં પણ ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 9 જુન 2024 ના રોજ વેકેશનની શરૂઆત થશે, જ્યારે 23 જુન 2024 ના રોજ પુરુ થશે. ત્યારબાદ 25 જુનથી યુનિવર્સિટીઓમાં નવા સત્રની શરૂઆત રાબેતા મુજબ ચાલું થઈ જશે.
મિત્રો આ માહિતી પ્રાથમિક શિક્ષણ વિભાગ ગાંધીનગરના પરિપત્ર આધારીત જાહેર કરાયેલ છે અને જો તમને તારીખો અથવા વેકેશનને લઈને કોઈપણ પ્રકારની મુઝવણ હોય તો તમે તમારી સ્કુલના આચાર્યને સંપર્ક કરીને ઉનાળુ વેકેશનની વિગત વાર માહિતી મેળવી શકશો, આભાર.
Read More:- GSSSB CCE Exam Date: CCE પરીક્ષાની નવી તારીખો જાહેર, ચુંટણીના લીધે મોફુક રાખાવામાં આવી હતી પરીક્ષા