Malabar Neem Farming: મિત્રો અત્યારે ઘણા લોકો વૃક્ષની ખેતી કરતા હોય છે અને તેની શોધખોળમાં પણ હોય છે કેમ કે હવે પરંપરાગત ખેતી છોડી અને એક જ વાર મજૂરી કરી ત્યારબાદ વર્ષો સુધી તેને કમાણીનો આનંદ માણવા માટે સૌ કોઈ આ નવી પદ્ધતિ અપનાવી રહ્યો છે. તો મિત્રો આજે આપણે પરંપરાગત ખેતી છોડી અને નવી ખેતી પદ્ધતિ Malabar Neem Farming વિશે વાત કરવા જઈ રહ્યા છે જેમાં તમે એક એકર માંથી લગભગ 50 લાખ રૂપિયાની કમાણી કરી શકો છો તો ચાલો જાણીએ આ ખેતી પદ્ધતિ વિશે સંપૂર્ણ માહિતી.
માલબાર લીમડાની ખેતી – Malabar Neem Farming
મિત્રો અમે જે ખેતીની વિશે વાત કરવા જઈ રહ્યા છે તે એક ઝાડને ખેતી છે જેનું નામ છે માલબાર લીમડો અને આ લીમડાને કેટલીક જગ્યાએ મેલયા ડૂબિયા તરીકે પણ જાણવામાં આવે છે. તો મિત્રો આ વૃક્ષની ખેતી તમે તમારા ખેતરમાં કરો છો તો તેના સૌથી ઝડપી વિકાસ સાથે તે બે વર્ષમાં લગભગ 10 ફૂટ ઊંચું થઈ જાય છે જના લિધે તમે ઓછા વર્ષોમાં કમાણીની તક મેળવી શકો છો.
મિત્રો માલબાર લીમડાની ખેતી દક્ષિણ ભારતમાં મોટા પ્રમાણમાં થાય છે અને આ લીમડાની ખેતીમાં પાંચ વર્ષ પછી તમે તેની લાણણી કરી શકો છો તો આજે આપણે આ લીમડાના ખેતીથી કેવી રીતે કમાણી કરવી અને તેને બજારમાં શુ ઉપયોગ થાય છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.
માલબાર લીમડાનો ઉપયોગ – Malabar Neem Farming Benefits
મિત્રો માલબાર લીમડાના લાકડાનો ઉપયોગ ની વાત કરીએ તો તેનું સૌથી વધુ ઉપયોગ માચીસ ની તીલીઓ બનાવવામાં થાય છે જ્યારે તેને ઘરનું ફર્નિચર બનાવવામાં પણ ઘણું બધું ઉપયોગ થાય છે કેમકે આ ઝાડના લાકડાને ક્યારે ઉધય ની અસર થતી નથી જેના કારણે તેનો પેકિંગ બોક્સ માટે પણ ઉપયોગ થાય છે.
માલબાર લીમડાની ખેતી કેવી રીતે કરવી?
મિત્રો જો તમે માલબાર લીમડાની ખેતી શરૂની શરૂઆત કરવામાં માંગતા હોવ તો તમારે સૌ પ્રથમ તેના ખેતરને સમતલ તૈયાર કરવું પડશે. ત્યારબાદ બજારમાંથી તેના રોપા ખરીદીને તમારે કેટલાક અંતરે ખાડા ખોદી અને ત્યારબાદ તેમાં ગોબરનું ખાતર એડ કરી અને આ લીમડાના છોડને ત્યાં રોપવા પડશે અથવા જો તમે બીજથી પણ રોપાણ કરી શકો છો પરંતુ તેને થોડો વધુ સમય લાગે છે.
માલબાર લીમડાનું તમે કોઈપણ સમયે રોપણી કરી શકો છો અને વાવી શકો છો. પરંતુ વારસાદથી પહેલા જો આ લીમડાનું ખેતી શરૂ કરો તો તમને સૌથી સારૂ રીઝલ્ટ જોવા મળી શકે છે અને દરેક છોડના વચ્ચે આઠ મીટરના અંતર રાખવું જરૂરી છે. જેથી કરીને છોડ વિકસી શકે. મિત્રો વધુમાં ધ્યાન રાખવું કે આ છોડને શરુઆતના છ મહિના સુધી સિંચાઈને કાળજી રાખવી જરૂરી છે જેથી કરીને તમારી છોડને ઝડપથી વિકસી શકે.
મલબારી લીમડાથી થતી કમાણી
મિત્રો, જો મલબારી લીમડાની કમાણી વિશે વાત કરવામાં આવે તો તમે તેના વાવણીના ૪ થી લઈને પાંચ વર્ષ પછી તમે તેને આવક લેવાનું શરૂ કરી શકો છો. કેમ કે આજ છોડ માત્ર ચારથી પાંચ વર્ષમાં જ કાપણી માટે તૈયાર થઈ જતું હોય છે અને તેનો ઉપયોગ ઘણા એવા ફર્નિચર કામોમાં અને માચીસ બોક્સ બનાવવામાં થતો હોય છે. જેથી કરીને તેને માગ પણ વધુ રહેતી હોય છે.
મિત્રો તમે મલબારી લીમડાનો એક લીમડો ચારથી પાંચ હજાર રૂપિયામાં વેચી શકો છે જો તમે તેને પાંચ વર્ષ બધી તૈયાર કરીને ત્યારબાદ તેમણે ફર્નિચર કામકાજ માટે કાપણી કરીને વેચવા માટે આપો છો, તો તેનો ભાવ તમને થોડો વધુ મળી શકે છે અને ત્યારબાદ આ લીમડાના લાકડાથી મોટા પ્રમાણમાં પ્લાઈવુડમાં વપરાતો હોય છે કેમ કે તેને કોઈ પણ કારણ ઉય નો ચેપ લાગતો નથી તેથી વધારે સુથારી કામ કરતા લોકો સૌ પ્રથમ પ્રસંદગી માલબાર લીમડાની રહે છે.
Read More:- PM Ujjwala Yojana 2.0: હવે મફત ગેસ સિલિન્ડર મેળવવું હોય તો આજે જ આ યોજનામાં અરજી કરો
મિત્રો તો અમે આજે આપણે અહીં જાળ્યું કે માલબાર લીમડાની ખેતીથી પણ તમે લાખોની આવક તો મેળવી શકો છો પરંતુ જો તમે તમારા ખેતરમાં આ ખેતી કરવા જઈ રહ્યા છો તો તમારે હજુ પણ વધુ માહિતી સર્ચ કરવી જરૂરી છે કેમ કે તમારા વિસ્તાર પ્રમાણે આ લીમડાના પરિયાવરણ અને પરિસ્થિતિઓ અનુકૂળ છે કે નહીં તે પણ જાણવું જરૂરી રહે છે. જેથી કરીને ખેતી કરતાં પહેલાં નિષ્ણાતોને સલાહ લેવી જરૂરી છે.