રાષ્ટ્રીય પેન્શન યોજના (NPS): મિત્રો અત્યારે કોઈ પણ સામાન્ય નાગરિક જે થોડી ઘણી પણ કમાણી કરતો હોય તો તે તેના ભવિષ્યમાં સારું જીવન જીવી શકે તે માટે તેની આવકમાંથી કેટલાક ટકા પૈસા સ્કિમોમાં રોકાણ કરતો રહેતો હોય છે અને આ પૈસા જો તે વ્યક્તિ સારી જગ્યાએ રોકણ કરે તો ભવિષ્યમાં તેને સારું એવું વળતર સાથે મોટી રકમ મળી શકે છે. તે માટે ઘણા બધા લોકો ઓનલાઈન સારી એવી સ્કીમો શોધતા હોય છે.
તો આપણે આજે આવી જ એક સરકારની નેશનલ પેન્શન સ્કીમ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેમાં તમે તમારી ઇન્કમના થોડી રકમ બચાવીને રોકાણની શરૂઆત કરી શકો છો અને તમારા કુટુંબના ભવિષ્ય માટે તે ખૂબ જ ઉપયોગી નીવડી શકે છે.
રાષ્ટ્રીય પેન્શન યોજના (NPS)
તો મિત્રો આજે અમે જે સ્કિમની વાત કરવા જઈ રહ્યા છીએ તેનું નામ છે નેશનલ પેન્શન સ્કીમ કે જેમાં તમે તમારા પત્નીના નામે ખાતું ખોલાવવાનું રહેશે અને તેમાં દર મહિને 5000 રૂપિયા જમા કરવાના રહેશે.
મિત્રો રાષ્ટ્રીય પેન્શન સ્કીમમાં જો તમારી પત્નીની ઉંમર ૩૦ વર્ષની છે અને તમે 30 વર્ષથી જ આ સ્કીમમાં રોકાણ શરૂ કરો છો, તો તમારા પત્નીની 60 વર્ષની ઉંમર પછી તમને એક સાથે 45 લાખ રૂપિયાનું વળતર મળશે. ત્યારબાદ 44793 રૂપિયાનો દર મહિને પેન્શન મળશે.
કેટલા રૂપયાથી ખાતું ખોલાવી શકો છો?
તો મિત્રો અમે અહીં નેશનલ પેન્શન સ્કીમની વાત કરી રહ્યા છીએ તેમાં તમારે અત્યારથી પૈસા જમા કરાવવાનું શરૂ કરી દેવાનું રહેશે અને જો તમે અત્યારે 5000 રૂપિયા જમા કરાવી શકો તેમ ન હો તો તમે ₹1,000 જમા કરાવીને પણ ખાતું ખોલાવી શકો છો પરંતુ તમને તેની સામે ઓછું વળત્તર મળશે. જો તમારે મોટી રકમ મેળવવી હોય તો તમારી 5,000 રૂપિયાનો મંથલી રોકાણ કરવું પડશે
44793 રૂપિયાની માસિક પેન્શન કેવી રીતે મેળવવું
મિત્રો જો તમારે આ કિંમત મેળવવી હોય તો તમારી પત્નીની ઉંમર ૩૦ વર્ષની હોય ત્યારથી જ જો ખાતું ખોલાવશો અને તમે દર મહિને ખાતામાં 5000 રૂપિયા જમા કરાવવાના રહેશે. તમને આ 5000 રૂપિયા પર 10% નું વાર્ષિક વ્યાજ મળે છે એટલે કે જ્યારે તમારી પત્નીની ઉંમર 60 વર્ષની થશે ત્યારે તમારા જમા કરાવેલ પૈસા અને તેનું વ્યાજ બંને ભેગા મળીને કુલ ખાતામાં 1 કરોડ 12 લાખ રૂપિયા જમા થશે અને જેમાંથી તમને 45 લાખ રૂપિયા રિટાયરમેન્ટ પર મળશે એટલે કે 60 વર્ષની ઉંમર મળશે. તેમજ તમને બાકીના જીવન માટે ૪૪૭૯૩ રૂપિયા દર મહિને પેન્શન મળતું રહેશે.
NPS એ કેન્દ્ર સરકારની સામાજિક સુરક્ષા યોજના છે
મિત્રો, કેન્દ્ર સરકારની રાષ્ટ્રીય પેન્શન યોજનામાં અત્યાર સુધીમાં વ્યાજ દર 10 થી 11 ટકા આપવામાં આવ્યું છે અને તે પણ સંપૂર્ણપણે સુરક્ષિત રોકાણ કહી શકાય. તેથી જો તમે સરકારી નોકરી કરતા હો તો આ સ્કીમમાં અત્યારથી જ તમારા પત્નીના નામે રોકાણ શરૂ કરી દેવું જોઈએ. જેથી કરીને તમે વૃદ્ધાવસ્થામાં તમારું જીવન આરામથી ગુજારી શકો.
Read More:- Train Stripes: ટ્રેનના કોચ પર દોરેલ સફેદ, પીળી અને નિલી પટ્ટીઓ શું દર્શાવે છે, જાણો અહિંથી