PM Kisan List: શું તમારા ખાતામાં પીએમ કિસાનના 2000 આવ્યા, અહીથી ચેક કરો તમારો હપ્તો આવ્યો કે નહીં

PM Kisan List: જે ખેડૂત ભાઈઓ પીએમ કિસાનના 17માં હપ્તાની રાહ જોઈને બેઠા છે તેમની રાહની અંત આવી ગયો છે કેમકે આજરોજ તમામ ખેડૂત ભાઈઓના ખાતામાં 2000 રૂપિયા ટ્રાન્સફર થઈ ગયેલ છે અને આ અંગે સત્તાવાર જાહેરાત ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલ છે અને ઘણા બધા લોકોના ખાતામાં બે દિવસ અગાઉ પણ પૈસા જમા થયા હતા તો શું તમારા ખાતામાં પૈસા આવ્યા કે નહીં તે તમે હવે સરળતાથી ચકાસી શકો છો.

તાજેતરમાં શ્રી નરેન્દ્ર મોદીએ દેશના વડાપ્રધાન તરીકે ત્રીજી વખત શપથ લીધા હતા ત્યારબાદ તેમને પીએમ કિસાન યોજનાની 17 માં હપ્તાની નાણાની રકમ જમા કરાવવા માટે પણ મંજૂરી આપી દીધેલ છે. તેથી લગભગ 9.3 કરોડ ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે જેથી આ તમામ ખેડૂત ખાતેદારોએ જલ્દીથી પોતાનું ખાતું ચકાસી લેવું જોઈએ અને જો તેઓના ખાતામાં આ 17મો હપ્તો જમા ના થયા હોય તો શું કરવું તેની માહિતી પણ અહીથી મેળવી શકે છે.

17 માં હપ્તાના પૈસા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર

PM Kisan List: મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત અત્યાર સુધી કુલ 16 હપ્તા જમા કરાવવામાં આવેલ છે જેમાંથી લાખો ખેડૂતો આ યોજના અંતર્ગત દર ચાર મહિને ₹2,000 મેળવે છે અને હવે જે લોકો 17 હપ્તાની રાહ જોઈને બેઠા હતા તેમને જણાવી દઈએ કે તમારા ખાતામાં હપ્તાની રકમ પણ આજ રોજ જમા કરી દેવામાં આવેલ છે અને પ્રધાનમંત્રી દ્વારા મળેલી કેબિનેટ બેઠકમાં પીએમ કિસાન યોજનાના નાણાંની મંજૂરી આપવામાં આવેલ છે જેથી કરીને તમામ ખેડૂત ભાઈઓ પોતાનું ખાતું વહેલી તકે ચકાસી લેવું જોઈએ.

જે ખેડૂત ભાઈઓને પીએમ કિસાન યોજના ના લાભાર્થીનું નામ લિસ્ટમાં નહીં હોય તેમના પૈસા જમા થયા નહીં હોય કેમ કે તેઓએ આ હપ્તા અગાઉ કેવાયસી પ્રક્રિયા અને જમીનનું વેરિફિકેશનની પ્રક્રિયાને પૂર્ણ કરી નહીં હોય જેના લીધે તેઓનું હપ્તો રોકાઈ ગયો હશે. તો તમારે સૌ પ્રથમ નીચે આપેલ માહિતી ચકાસીને તમારું નામ લિસ્ટમાં તપાસવાનો રહેશે અને ત્યારબાદ જો તમે આ લિસ્ટમાં નહીં હો તો તમને હપ્તા ની રકમ નહીં મળી હોય તો તમારે જલ્દીથી કેવાયસી ની પ્રક્રિયા તેમજ જમીન વેરિફિકેશનની પ્રક્રિયાને પૂર્ણ કરવી જરૂરી છે તો જ તમે આગળનો હપ્તો અને આ બંને હપ્તા મળવાપાત્ર રહેશે.

PM Kisan List: આ રીતે લિસ્ટમાં તમારું નામ તપાસો

પીએમ કિસાન યોજનાના પૈસા તમને મળશે અથવા મળ્યા છે કે નહીં તે તપાસવા માટે તમારે પીએમ કિસાન યોજનાનું લિસ્ટ માં તમારું નામ હોવું જરૂરી છે જેના માટે તમે નીચેના પગલાં અનુસરીને પીએમ કિસાન નું લિસ્ટ તપાસી શકો છો.

  •  સૌ પ્રથમ તમારે સત્તાવાર વેબસાઈટ https://pmkisan.gov.in/ પર જવું પડશે
  • હવે તમને ત્યાં ડેશબોર્ડ વિભાગમાં જવું પડશે
  • જ્યાં તમને લાભાર્થીને યાદી “BENIFICIARY LIST” નો વિકલ્પ દેખાશે જેના પર ક્લિક કરો
  • હવે તમારે લાભાર્થીને યાદીનું ફોર્મ માં તમારું રાજ્ય જિલ્લો અને ગામ પસંદ કરવાનો રહેશે
  • ત્યારબાદ નીચે આપેલ ગેટ રિપોર્ટ બટન પર ક્લિક કરો
  • હવારે હવે તમારી સામે તમારા ગામને લાભાર્થીની યાદી ખુલશે જેમાંથી તમારું નામ તમારે સર્ચ કરવાનું રહેશે.

Read More:- Monsoon Business Idea: ચોમાસાની સીઝનમાં માત્ર 5000 હજારમાં શરૂ કરો આ બિઝનેશ, મહિને કમાણી થશે લાખોની

જો તમારું નામ લાભાર્થીની યાદીમાં હશે તો તમને હપ્તાની રકમ તમારા ખાતામાં જમા થશે અન્યથા તમને તમારું જરૂરી પ્રક્રિયાઓ જેમ કે કેવાયસી અને જમીનનું વેરિફિકેશન પૂર્ણ કરીને તમારે આ લાભાર્થી ના લિસ્ટ માં તમારું નામ દાખલ કરાવવાનું રહેશે તો જ તમે આવનારો હપ્તો મેળવી શકશો.

Leave a Comment