દિવસના 2 રુપીયા ખર્ચીને ખેડુતોને મળશે મહિને 3000 રુપીયાનું પેન્શન – PM Kisan Mandhan Yojana

PM Kisan Mandhan Yojana: હેલ્લો ખેડુત મિત્રો, આજે આપણે એવી એક સરકારી યોજના વિષે વાત કરવા જઈ રહ્યા છીએ. જેમા તમે માત્ર 55 રુપિયાના મહિનાના રોકાણથી 3000 રુપિયાનું પેન્શન મેળવી શકશો. પ્રાધનમંત્રી કિસાન માનધન યોજનાની શરૂઆત વર્ષ ૨૦૧૯ માં કરવામાં આવેલ હતી. આ યોજના અંતર્ગત નાના અને સીંમાત ખેડુતોને સરકાર દ્વારા આર્થિક લાભ આપવાનો છે. આ યોજના માટે લાભાર્થીની ઉમર ૧૮ થી ૪૦ વર્ષની વચ્ચેની હોવી જરુરી છે. તો આજે આપણે આ યોજના માટે જરુરી લાયકાતો અને અરજીની વિગતો વિષે સંપુર્ણ માહિતી મેળવીશું.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

PM Kisan Mandhan Yojana

યોજનાPM Kisan Mandhan Yojana
લાભાર્થીનાના અને સીંમાત ખેડુતો
વય મર્યાદા18 થી 40
સહાય3000 પેન્શન દર મહિને
પાક્તી મુદત60 વર્ષ
ઓફીશીયલ સાઈટhttps://maandhan.in

પીએમ કિસાન માનધન યોજના માટે પાત્રતા

સરકાર દ્વારા પીએમ કિસાન માનધન યોજના માટે કેટલીક પાત્રતાઓ નક્કી કરેલ છે, જેના અંદર આવતા લોકો આ યોજનાને લાયક ગણાશે અને ઓનલાઈન અરજી કરી શકે છે.

  • આ યોજના માટે ૧૮ થી ૪૦ વર્ષ સુધીના ખેડુતો અરજી કરી શકશે.
  • માત્ર નાના અને સીંમાત ખેડુતો આ યોજનાનો માટે લાયક ગણાશે,
  • આ યોજના માટે અરજી કરનાર ખેડુત ૨ હેકટર કરતાં ઓછી જમીન ધરાવતા હોવા જોઈએ.

આ યોજનામાં કેટલું રોકાણ કરવું પડશે

પીએમ કિસાન માનધન યોજનમાં ખેડુત ભાઈઓ જો ૧૮ વર્ષની ઉમરથી ખાતુ ખોલાવી અને રોકાણની શરૂઆત કરે છે તો તે ખેડુત ભાઈને માત્ર મહિને ૫૫ રુપિયના રોકાણથી શરુઆત કરવાની રહેશે જ્યારે જો કોઈ ખેડુત ૩૦ વર્ષની ઉમરે આ યોજનમાં જોડાય છે તો તે માત્ર મહિને ૧૧૦ રુપિયાના રોકાણથી શરુઆત કરવાની રહેશે. જ્યારે કોઈ ખેડુત ભાઈ ૪૦ વર્ષની ઉમરે જોડાય છે તો તેને દર મહિને ૨૨૦ રુપિયાના રોકાણથી શરુઆત કરવાની રહેશે. 

Read More:- Tree Farming: 2 વીઘામાં આ ઝાડની ખેતી કરીને આટલા વર્ષે તમે કમાશો 3 કરોડ રૂપિયા

પેન્શનની રકમ ક્યારે મળશે?

આ યોજના અમે ઉપર જણાવ્યા મુજબ ખેડુત ભાઈ ૪૦ વર્ષની ઉમર પહેલા આ યોજનામાં જોડાઇ અને રોકાણની શરૂઆત કરે છે તો તેમને પાકતી મુદતે એટલે કે ૬૦ વર્ષની ઉમરથી ખેડુત ભાઈઓને દર મહિને ૩૦૦૦ રૂપિયાનું પેન્શન મળવાની શરૂઆત થઈ જશે.

તો ખેડુત ભાઈઓને વાર્ષિક ૩૬૦૦૦ રુપિયાનું પેન્શન ૬૦ વર્ષની ઉમર પછી મળશે. જો કોઈ કિસ્સ્માં ખેડુતનું મુત્યુ થાય તો તેની પત્નીને ૫૦ ટ્કા રકમ આપવામાં આવશે.

પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના માટે અરજી ક્યાં કરવી?

જે ખેડુત ભાઈઓ આ યોજના માટે અરજી કરવા માંગે છે તેઓ સત્તાવાર પોર્ટ્લની મદદ લઈ શકે છે પરંતુ જો તમે ઓફલાઈન અરજી કરવા માંગતા હોવ તો નજીકના CSC સેન્ટર પર જાઓ. જ્યાં તમે આધારકાર્ડ અને તમારો બેંક ખાતાની મદદથી રજીસ્ટ્ર્શન કરવવું પડશે તેમજ અન્ય જરૂરી ડોક્યુમેન્ટ જેવા કે ૭/૧૨ અને ૮-અ ની પણ જરુર રહેશે.

તમારે અકાઉન્ટ ખોલાવ્યા બાદ ઓટો-ડેબીટ ફરિજીયાત ચાલુ કરવાવું પડશે જેની મદદથી હપ્તાની રકમ દર મહિને તમારા ખાતમાંથી ક્ટ થઈ શકે અને તમને છેલ્લે પેન્શન નંબર મળશે જેને સેવા કરીને સાચવી રાખો જે પાકતી મુદતે તમારે તેની જરુર રહેશે.

Read More:- Yes Bank Home Loan: માત્ર ₹9000 મહિનાની આવક ધરાવતા લોકોને યસ બેંક આપી રહી છે હોમ લોન

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment