Jamin Registry: મિત્રો આજે આપણે જમીન રજીસ્ટ્રી અથવા જમીન નોંધણીનો એક અગત્યની માહિતી વિશે આ લેખમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે. ત્યારે અમે અગાઉ પણ ઓનલાઇન જુના રેકડ અને હસ્ત લેખિત નમૂનાઓ કેવી રીતે મેળવવા તેની સંપૂર્ણ ચર્ચા કરેલ છે જે તમે જોઈ શકો છો.
તો મિત્રો અત્યારે દરેક વ્યક્તિ પોતાના સપના નું ઘર ખરીદવા માંગે છે ત્યારે તેના માટે તે જમીનની રજીસ્ટ્રી કરવા પડે છે. તો આ જમીન નોંધણી કરાવતી વખતે તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડે છે જેમ કે તમારી ફાઈલ કેટલા દિવસમાં ઓનલાઈન રેકોર્ડ ચડશે અને શું ફાઈલ રિજેક્ટ તો નહીં થઈ શકે ને તેની સંપૂર્ણ બાબતો કયા અને કેટલા દિવસમાં થશે તેની આજે આપણે વિગતવાર માહિતી આ લેખના માધ્યમથી મેળવીશું.
Jamin Registry in Gujarat
મિત્રો તમારે એ બાબત ધ્યાન રાખવું કે જો તમારી પાસે કોઈ જમીન છે પરંતુ તેનો પ્રોપર્ટી રજીસ્ટર નથી અથવા તમારી જમીન નોંધણી તમારા નામે કરવામાં આવેલી નથી તો તમે સંપૂર્ણ રીતે તે જમીન પર કાનૂની અધિકાર મેળવી શકો નહીં, કેમકે જો તે જમીન પર તમારી સાથે અન્ય લોકો પાસે પણ તેનો દાવો કરી રહ્યા છે તો તે સમયે જો તમે રજીસ્ટ્રેશન નહીં કરાવેલું હોય અથવા જમીનની નોંધણી તમારા નામે નહીં હોય તો તે ચારમાંથી કોઈ પણ વ્યક્તિ કોર્ટમાં જઈને તે જમીનનો દાવો કરી શકે છે ત્યારે તમારું કામ મુશ્કેલીમાં મુકાઈ શકે છે તો આ જમીન નોંધણીની વિગતવાર માહિતી આપણે આ લેખના માધ્યમથી મેળવીશું.
મિત્રો ધારો કે તમે કોઈ એક જમીન ખરીદો છો બરાબર, તો તે જમીનની વેચાણ દસ્તાવેજ દ્વારા તમે તેની જમીન નોંધણી કરવાની પ્રક્રિયા સંબંધિત નજીકની મામલતદાર કચેરીમાં એન્ટ્રી માટે મૂકો છો ત્યારે તમારી તે ફાઈલ 30 દિવસે જમીન નોંધણીની નોટિસ નીકળશે. જેમાં તમારે ખાસ ધ્યાન દોરવું પડશે કે તમારું નામ ખરીદનાર તરીકે જ છે કે નહીં ત્યારબાદ તે નોટિસ તમે જેની પાસેથી જમીન ખરીદી છે તેની સહી કરાવી અને સંબધીત કચેરી ખાતે જમા થઈ છે કે નહીં તેનું પણ ધ્યાન રાખવું પડશે. ત્યારબાદ છેલ્લે આ જમીન નોંધણીની મંજુરી અથવા રિજેક્શન પ્રક્રિયા 35 થી 60 દિવસ સુધી થતી હોય છે તો તમારે જેટલું બને તેટલા વહેલા તે જમીનને નોંધણી પ્રક્રિયાને સંબોધિત ઓફિસર પાસે મંજુર કરાવીને ૭/૧૨ માં તમારું નામ ચડાવી દેવું જોઈએ.
ઘણીવાર એવું બની શકે છે કે જો નોટીસના નિધારીત સમયમાં ફાઈલ મંજુર અથવા ના-મંજુર ના થાય તો શક્ય હોય કે વેચનાર વ્યક્તિ તેની તે જમીન અન્ય કોઈને વેચી શકે છે જેના લીધે તમારે બાદમાં કોર્ટના ચક્કર લગાવવા પડે છે તો તમારે હંમેશા કોઈપણ વેચાણ અથવા જમીન નોધણી કરાવો ત્યારે તમે તમારી પ્રથમ એન્ટ્રી પડે ત્યારથી લઈને 45 દિવસ સુધી મતલબ સંબંધિત અધિકારીના સંપર્કમાં રહીને તમારું કામ પૂર્ણ કરવું જોઈએ.
AnyRoR પોર્ટ્લ પરથી તમારી જમીન નોધણીની વિગતો તપાસો
Jamin Registry: જો તમારી જમીનની નોંધણીની તમે વિગતવાર માહિતી ઘરે બેઠા જ યુવા માગતા હો તો તમે ઓનલાઈન પર જોઈ શકો છો જેના માટે તમે AnyROR પોર્ટલની પણ મુલાકાત લઈ અને ત્યાં ગ્રામ્ય અથવા શહેરી નમૂનાઓમાં જઈને તમે સંબંધિત ગ્રામ્ય અને શહેરી જમીનને પડતી નોંધોમાં તમારી નોંધ પડી છે કે નહીં તેની માહિતી પણ મેળવી શકો છો.
તો મિત્રો જમીન રજીસ્ટ્રી વખતે તમારે ત્યાં ખાસ બાબત ધ્યાન રાખી કે 30 થી 45 દિવસ વચ્ચે તમારે તારી જમીનની નોંધ મંજૂર થઈ છે કે નહીં તેનું ધ્યાન રાખવું જરૂરી છે. જો તમને અમારી આ માહિતી પસંદ આવી હોય અને જમીનને લગતી વધુ માહિતી જો તમે મળવા માગતા હોવ તો તમે અમને નીચે કોમેન્ટ કરી અને તમારો અભિપ્રાય જણાવી શકો છો જેથી કરીને અમે જમીન સંબંધીત તમામ માહિતી તમારી સાથે શેર કરી શકીએ.
Read More:- દિવસના 2 રુપીયા ખર્ચીને ખેડુતોને મળશે મહિને 3000 રુપીયાનું પેન્શન – PM Kisan Mandhan Yojana