Post MIS Scheme: મિત્રો આજે અમે તમારા માટે એક નવી પોસ્ટ ઓફિસની યોજના લઈને આવ્યા છીએ, જેમાં તમને નિશ્ચિત આવક મળશે. આ સ્કીમમાં સરકાર તમને ગેરંટી સાથે તમારા રોકાણ પર વળતર આપશે અને તમને માસિક પેન્શન પણ મળશે.
મિત્રો આજે અમે જે પોસ્ટ ઓફિસની યોજના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. તેમાં તમને સુરક્ષિત રોકાણ સાથે ગેરેન્ટેડ રિટર્ન મળશે. આ સ્કીમમાં તમારે એક સાથે અથવા દર મહિને એક ફિક્સ રકમ જમા કરાવવાની રહેશે જેના પર તમે સારું એવું વળતર મેળવી શકો છો. તો મિત્રો ચાલો સમજીએ આ યોજના નું સંપુર્ણ ગણિત અને તમારે કેટલા વર્ષ સુધી રોકાણ પર તમને કેટલું વળતર મળશે તે પણ સમજીએ.
Post MIS Scheme ની ગણતરી
મિત્રો જો તમે પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં 9 લાખ રૂપિયા જમા કરાવો છો તો તમને આ સ્કીમમાં 7.4 ટકા નુ વ્યાજ દર મળે છે. એટ્લે કે ૫ વર્ષ પુર્ણ થતા તમારા રોકાણની વ્યાજની રકમ ૩ લાખ ૩૩ હજાર થઈ જશે. જેથી તમને દર મહિને ૫૫૦૦ રૂપિયાની આવક થશે.
મિત્રો પોસ્ટ ઓફીસની એમઆઈએસ સ્કીમમાં એક ખાતામાં ૯ લાખ રૂપિયા અને સંયુક્ત ખાતામાં ૧૫ લાખ રુપિયા સુધીનું રોકાણ તમે કરી શકો છો. આ યોજનાની પાકતી મુદત ૫ વર્ષની છે અને જો તમે વધુ ૫ વર્ષ માટે લંબાવવા માંગતા હોવ તો પણ તમે લંબાવી શકો છો.
જો તમે પાંચ વર્ષ પછી તમારી રકમ ઉપાડો છો, તો તમને મળતું વ્યાજ દર મહિને તમારા પોસ્ટ ઓફિસ ના ખાતામાં જમા થશે. આ યોજનામાં તમારા રોકાણ પર TDS કપાતો નથી, પરંતુ તમને મળતું વ્યાજ પર ટેક્સ લાગી શકે છે.
મિત્રો જો તમને પોસ્ટ ઓફિસની આ મંથલી સેવિંગ્સ સ્કીમ પસંદ આવી હોય તો તમે તેમાં રોકાણ કરી શકો છો, વધુમાં આ યોજનામાં તમે જો અચાનક પૈસાની જરુર પડી તો રોકાણના ૧ વર્ષ પછી તમે આ યોજનામાં પૈસા ઉપાડી શકો છો. પરંતુ તેના પર તમારી રોકાણ પર ૨ ટકા કપાત થશે. જેથી કરીને આ યોજનાનો લાભ મેળવવો હોય તો તમારે લાંબા ગાળાના વિચાર સાથે રોકાણ કરવું પડશે.
Read More:- Solar Rooftop: 1 kW સોલર સિસ્ટમ આટલી સસ્તી મળશે, જાણો સબસિડી સાથે સંપૂર્ણ માહિતી