Protect Crops from Animals: ખેડૂત મિત્રો આજે આપણે ખેતીને લગતો એક નવો લેખ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છે ત્યારે તમામ ખેડૂત મિત્રોને અમારી આ ખેતી પદ્ધતિને લગતા લેખો જો પસંદ આવતા હોય તો તેઓ મારી વેબસાઈટ ને સબસ્ક્રાઇબ કરી શકે છે. તેમજ નવી ખેતી પદ્ધતિ અને ડેરી ફાર્મિંગ ની ટેકનીક અપનાવીને તેઓ સારી એવી કમાણી પણ કરી શકે છે, તો આજે આપણે આ લેખના મધ્યમથી તમારા ખેતીમાં થતા નુકસાનને કેવી રીતે અટકાવવું તેના વિશે જાણીશું.
મિત્રો ભારત એ ખેતીપ્રધાન દેશ છે અને દેશમાં કરોડો ખેડૂતો વિવિધ પાકોનું વાવેતર કરતા રહે છે. ત્યારે ખેડૂતોના ખેતરમાં ઘુસી આવતા નીલગાય, ભૂંડ, રખડતા ઢોરો વગેરે ખેડૂતોનું પાકુંને ખાસ્સું એવું નુકસાન કરે છે અને તેમના ઉત્પાદનમાં પણ તેની ઘણી બધી અસર પહોંચાડે છે જેના લીધે ખેડૂતો પણ અવારનવાર જંગલી તેમ જ રખડતા ઢોરોના ત્રાસથી થાકી ગયા હોય છે તો તેમના માટે આજે અમે એક જોરદાર ઉપાય લઈને આવ્યા છે જે માત્ર તમને 30 રૂપિયાના ખર્ચે ખેતરમાં આવનાર જંગલી પશુઓથી બચાવી શકે છે તો આ આઈડિયા વિશે જાણવા માટે તમારે આ લેખને અંત સુધી વાંચો જરૂરી છે.
મિત્રો ખેડૂતો તમામ નવી પદ્ધતિ અપનાવીને પાકને સારી એવી આવક લેવા માંગતા હોય છે. પરંતુ જો જંગલી અને રખડતા ઢોરો તેમના ખેતરમાં ઘૂસી જાય તો તેઓ તેમના પાક ઉભા પાકને ખાઈ જાય છે અને આડેદર ખેતરમાં દોડીને તે પાકને નુકસાન પણ કરે છે. જેના પરિણામે ખેડૂત ભાઈઓને મળતું ઉત્પાદનમાં ખાસ એવું નુકસાન ભોગવવું પડતું હોય છે. તો આ તમામ સમસ્યાઓનું નિવારણ આપણે અહીંથી મેળવીશું.
Protect Crops from Animals
મિત્રો, ઘણા બધા ખેડૂત મિત્રો હવે સરકારની તાર ફેન્સીંગ યોજના અંતર્ગત પોતાના ખેતરના ફરતે વાડ બનાવી રહ્યા છે. પરંતુ નીલગાય દ્વારા તારની વાળને પણ ઓળંગીને ખેતરમાં ખુશી આવતા રહે છે પાક્ને પણ નુકસાન પહોંચાડે છે અને કેટ્લાક ખેડુતો ઝાટકા મશીનનો પણ ઉપયોગ કરી રહ્યા છે પરંતુ અહીં અમે તમારે માટે તારની વાડ તથા ઝાટકા મશીન ઉપરાંત એક નવો ઉપાય લઈને આવ્યા છે જેની મદદથી તમે હવે રખડતા ઢોર અને નીલગાય કે ભૂંડના ત્રાસથી તમારા ખેતર ને બચાવી શકો છો.
ખેડુત ભાઈઓ તમે માત્ર ૩૦ થી ૫૦ રૂપિયાના ખર્ચમાં તમારા ખેતરને રેઢિયાળ પશુઓથી બચાવી શકો છો, તમને એમ તથું હશે કે આવું તે કયુ મશીન હશે જે માત્ર આટલી નાની કિંમતનું હશે પરંતુ મિત્રો અમે અહીં કોઈ મશીનરીની વાત નથી કરતા અમે અહીં એક પ્રવાહી પદાર્થની વાત કરવા જઈ રહ્યા છે જે તમને આ ત્રાસથી મુક્તી આપાવશે.
મિત્રો અમે આજે જે પ્રવાહી વિશે વાત કરવા જઈ રહ્યા છે તેના બનાવવા માટે તમારે સૌ પ્રથમ કાળા રંગનું ફિનાઈલ લેવાનું રહેશે ત્યારબાદ તમે તમારા ખેતરના ફરતે ફિનાઈલની રીંગ બનાવવાની રહેશે અથવા વાસના બે ફૂટના નાના ટુકડાને લઈને તમારા ખેતરના ફરતે બે થી ત્રણ મીટર ના અંતરે તેને ખેતરમાં ઠોકી દેવાના છે ત્યારબાદ આ ટુકડા ઉપર કાપડને બાંધીને તેને ફિનાઈલ ચોપડીને તેને ઊભું કરી દેવાનું છે. મિત્રો ફીનાઇલની તીવ્રવાસ પશુને ગમતી ન હોય તેવું તમારા ખેતર થી દૂર ભાગી જશે અને તમારા પાકને નુકસાન થી બચી શકાવી શકશો.
થોડા સમય બાદ એટલે કે અડધા દિવસ પછી જો ફીનાઇલની વાસ સાવ ઓછી થઈ જાય તો તમારે ફરીથી તેને ફિનાઇલમાં બોળીને ફરીથી વાસના ટુકડાનો ઊભો કરી દેવાન છે જેના લીધે તમે પાકને નુકસાન ને અટકાવી શકો છો અને આ ફિનાઈલના વાસના લીધે રખડતા ઢોરો તમારા ખેતરમાં આવશે નહીં.
Read More:- Mango Price Today: ગોંડલ માર્કેટયાર્ડમાં કેસર અને રાજાપુરી કેરીના આજના ભાવ જાણો
મિત્રો ધ્યાન દોરવું કે અમે અહીં આપેલી આ માહિતી વિવિધ સ્ત્રોતોના મારફતે મેળવી અને તમારી સાથે શેર કરી છે અને જો તમે આ માહિતી પસંદ આવી હોય તો તમે અમારી આ માહિતી અન્ય ખેડૂત મિત્રો સાથે પણ શેર કરી શકો છો, આભાર.