મિત્રો ગુજરાતના જાણીતો એવા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વરસાદની આગાહી લઈને એક ન્યૂઝ બહાર પાડવામાં આવેલ છે. જેમાં તેમને જણાવેલ છે કે આ વર્ષે ચોમાસાની શરૂઆત જૂન મહિનામાં શરૂ થઈ શકે છે અને તેમણે અખાત્રીના પવનો પરથી આ વર્ષની ચોમાસાની આગાહી કરી છે તો આજે આપણે આ લેખને મધ્યમથી અંબાલાલ દ્વારા કરવામાં આવેલી આગાહી વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું.
અંબાલાલ પટેલની વરસાદની આગાહી
મિત્રો અખાત્રીજનો પવન દ્વારા ચોમાસાનું અનુમાન કરવામાં આવતું રહેતું હોય છે, જેના આધારે નિષ્ણાતો દ્વારા ગરમી અને વરસાદની સિઝન કેવી રહેશે તેની આગાહી કરવામાં આવે છે. તો આ વર્ષે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા અખાત્રીજના પવનો જોઈને તેમણે પૂર્વાનુમાન કાઢ્યું છે કે આ વર્ષે ચોમાસુ જૂન મહિનાના બીજા અઠવાડિયા પછી ગુજરાતમાં તેની શરૂઆત થઈ શકે.
અંબાલાલ પટે દ્વારા કહેવામાં આવ્યું હતું કે અખાત્રીજ પર નૈઋત્યના પવનો જોવા મળ્યા હતા જેના લીધે ચોમાસુ વહેલું આવી શકે તેવા સંકેતો મળી રહ્યા છે અને રોહિણી નક્ષત્રમાં વરસાદની પણ સંભાવના વ્યક્ત કરી રહે છે જેથી 7 જૂનથી દરિયામાં પવનમાં ફેરફાર જોવા મળશે અને તે જ ગતિથી દરિયાકાંઠે પવન પણ ફૂકાઈ શકે છે.
ચક્રવાતની શક્યતાઓ
મિત્રો, આ ચોમાસાની સિઝનમાં અંદમાન નિકોબાર ટાપુપર 16 મેથી જ વરસાદની શરૂઆત થવાની શક્યતા છે. જેમાં 16 થી 24 તારીખ વચ્ચે ચોમાસાની શરૂઆત શકે છે તેવું વર્તાઈ રહ્યું છે અને દક્ષિણ પૂર્વક ભાગોમાં ભારે પવન ફૂંકાઈ શકે છે તેવી શક્યતા ધરાવવામાં આવી રહી છે. આ સાથે ગુજરાતના કેટલાક ભાગોમાં મે મહિનાના બીજા અઠવાડિયામાં હળવા વરસાદી ઝાપાટાની સંભાવના વ્યક્ત કરાઈ રહેલ છે. તેમજ તારીખ 15 થી 18 મી વચ્ચે મારે ગરમી પડવાની પણ શક્યતા દર્શાવવામાં આવી છે જ્યારે ગુજરાતના મધ્ય ભાગોમાં 44 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેશે તેમ જ ઉત્તર ભાગમાં 43 ડિગ્રી જેટલું તાપમાન પહોંચી શકે છે.
ગુજરાતમાં આગામી પાંચ દિવસની વરસાદની આગાહી
મિત્રો અંબાલાલ પટેલે પોતાની આગાહી છે કે ગુજરાતમાં 13 મેથી લઈને 15 મે સુધી સાથે વરસાદની આગાહી કરે છે જ્યારે 15 મેથી લઈને 18 મી સુધી ફરીથી ગરમીમાં વધારો થઈ શકે છે અંબાલાલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગુજરાતમાં ચોમાસુ બેસતા પહેલા આ એક પ્રીમોનસુન એક્ટિવિટી જોવા મળશે. જેના કારણે ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદીમાં માહોલ જોવા મળી શકે છે.
હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતમાં 13 અને 14 મે ના રોજ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતનાં કેટલાક ભાગોમાં વરસાદ પાડવાની આગાહી કરવામાં આવેલ છે . જેના લીધે તમામ ખેડૂત મિત્રોને પણ વરસાદના લીધે તેમના પાક પર અસર ના થાય તે માટે અગાઉથી જ સાવચેતીના પગલા લઈ લેવા જરૂરી છે. આ વરસાદ પછી ફરીથી ગરમી પડશે જેના લીધે બફારનો સામનો મોટા શહેરોમાં રહેતા લોકોને કરવો પડશે.
આ પણ વાંચો:- Ikhedut Portal Registration: આઈ ખેડુત પોર્ટલ પર એકવાર રજીસ્ટ્રેશન કરાવો અને મેળવો તમામ યોજનાના લાભ
જો તમે હવામાન વિભાગની વધુ માહિતી મેળવવા માંગતા હોય તો તમે અમારી નીચે આપેલ લિંક પર ક્લિક કરીને હવામાન વિભાગની સત્તાવાર વેબસાઈટ પરથી હવામાનની તમામ આગાહી લાઈવ નકશો દ્વારા મેળવી શકો છો.
હવામાનની સત્તાવાર વેબસાઇટ | અહીં ક્લિક કરો |
હોમપેજ | અહીં ક્લિક કરો |