Rain Forecast :ગુજરાતના ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓ સહિત સમગ્ર રાજ્યમાં કેટલાક દિવસથી કાળાં ભમ્મર વાદળાં દેખાઈ રહેતાં લોકોમાં કમોસમી વરસાદ થવાની ભીતી સેવાઇ રહી હતી. ત્યારે હવામાન વિભાગ તરફથી વરસાદને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી હિટવેવનો સામનો કરી રહ્યા બાદ ચાર પાંચ દિવસથી આકાશમાં ઘનઘોર વાદળાં છવાઈ રહ્યાં છે. હવામાન ખાતા દ્વારા પણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદ થવાની આગાહી કરી છે. તેના પગલે સરકારી તંત્ર દ્વારા પણ લોકોને અને ખાસ કરીને ખેડૂતો અને માર્કેટયાર્ડ વેપારી મિત્રો અને માર્કેટયાર્ડ વહીવટી તંત્રને તેમના ખેત પેદાશના પાકોને ઢાંકવા અને વરસાદથી સુરક્ષિત રાખવા સૂચના આપવામાં આવી છે.
Rain Forecast: હવામાન ખાતાની આગાહી
હવામાન ખાતા દ્વારા ગુજરાતના વિવિધ જીલાઓમાં ખાસ કરીને 10 અને 11 તારીખે વરસાદ થવાની શક્યતા જણાવી છે. તેમાં નર્મદા,છોટા ઉદેપુરઅને દાહોદના કેટલાક વિસ્તારો સહિત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા વગેરે જીલ્લામાં વાતાવરણમાં ફેરફાર સહિત વરસાદ થવાની આગાહી કરી છે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી :
હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બનને કારણે વાતાવરણના ઉષ્ણતામાનમાં વધારો થશે. અને ત્યારબાદ અમુક વિસ્તારોમાં તેની અસરના ભાગ રૂપે 8 એપ્રિલ થી 13 એપ્રિલ સુધી વરસાદ પણ થઈ શકે છે. તેમણે એવી આગાહી કરી હતીકે ઉત્તર ભારતના પહાડી વિસ્તાર પરથી પસાર થતી વેસ્ટર્ન ડિસ્ટબર્નની લહેરો છેક ગુજરાત સુધી લંબાઈ શકે તો વરસાદ થવાની શક્યતા રહે છે.
કલેક્ટર બનાસકાંઠા દ્વારા સાવચેત રહેવા અપીલ :
બનાસકાંઠા ડિઝાસ્ટર મેનેજમેંટ અને કલેક્ટર કચેરી બનાસકાંઠા દ્વારા હવામાન વિભાગની તેમને મળેલ સૂચના મુજબ બનાસકાંઠા જીલ્લામાં તારીખ : 11/04/2024 થી 12/04/2024 દરમ્યાન કમોસમી વરસાદ એટલેકે માવઠું થવાની શક્યતાઓ જણાવતાં ખેત ઉત્પન્ન બજાર સમિતિઓ,ખેડૂતો અને વેપારીઓને ખુલ્લામાં રાખવામાં આવેલ ખેત પેદાશો પલળી ના જાય તે અંગે તકેદારી રાખવા જણાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો :- PM Kisan Online Correction: પીએમ કિસાન રજીસ્ટ્રેશનમાં ભૂલો કેવી રીતે સુધારવી
મિત્રો, અમોને વિવિધ સ્રોત તરફથી મળેલી હવામાન અંગેની માહિતી આપના માટે અત્રે રજૂ કરીએ છીએ આપને વિનંતી પણ કરીએ છીએ કે હવામાન ખાતા દ્વારા અને ડિઝાસ્ટર મેનેજમેંટ દ્વારા અપાતી સૂચનાઓનું આપણે સૌએ પાલન કરવું જોઈએ. તેમજ હવામાન અંગેની હવામાન ખાતાની સત્તાવાર સૂચનાઓ જોવા માટે અમે વિનંતી કરીએ છીએ. અમારો આર્ટિકલ વાંચવા બદલ આપનો ખૂબખૂબ આભાર !
હવામાનની સત્તાવાર વેબ સાઇટ જોવા માટે | અહી ક્લિક કરો |
જીલ્લાવાર હવામાનની આગાહી જોવા માટે | અહી ક્લિક કરો |
હોમપેજ | અહી ક્લિક કરો |