Safe Deposit Lockers: મિત્રો ઘણા બધા લોકો દ્વારા ત્યારે પોતાની કિંમતી ચીજવસ્તુઓ સુરક્ષિત રાખવા લોકરની લોકરની સુવિધા બેંકો દ્વારા આપવામાં આવે છે. આ લોકરના લિધે લાખો લોકો પોતાના મહત્વના દસ્તાવેજો, જવેલરી અને અન્ય કેટ્લીક અગત્યની વસ્તુઓને તેમા સુરક્ષિત સંગ્રહ કરે છે. આ કારણે તેને સેફ ડિપોઝીટ તરીકે પણ ઓળખવામાં આવે છે.
Safe Deposit Lockers: બેન્ક લોકરના ભાડા
ઓ મિત્રો જો તમે પણ તમારી જરુરી દસ્તાવેજો અને ચીજવસ્તુઓને સુરક્ષિત સંગ્રહિત કરવા ઇચ્છતા હોવ તો તમારે આ લોકર સુવિધા માટે કેટ્લાક ચાર્જ ચુકવવાના રહેશે. જેના માટે તમારે બેંકને દર વર્ષે ભાડા સહિત કેટ્લાક ચાર્જ ચુકવવાના રહેશે. તો તેના માટે આજે અમે આ લેખના માધ્ય્મ થકી તમારી માટે 5 બેંકોના લોકર ભાડા શું છે તેની સંપુર્ણ માહિતી સેર કરીશું જેની મદદ્થી તમે કોઈપણ એક બેંકમાં તમારી જરૂરી વસ્તુઓ અને ઘરેણાઓ સુરક્ષિત રાખી શકો છો.
મિત્રો સૌ પ્રથમ ભારતની સૌથી પ્રચલિત અને મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાની વાત કરીએ તો તેમાં તમારે જો લોકર ભાડે મેળવવું હોય તો નોધણી ફોર્મ ભરવું પડશે જેનો ચાર્જ 500 થી 1000 રુપિયાનો રહેશે તેમજ લોકરના ભાડાની વાત કરીએ તો તે 1500 થી લઈન 9000 રૂપિયા સુધીનો હોઈ શકે જે તમારી વસ્તુઓ અને દસ્તાવેજ તેમજ લોકરની સાઈઝ પર આધાર રાખે છે. તેમજ આ ઉપરાંત આ ભાડા પર GST ચાર્જ પણ અલગથી ચુકવવાના રહેશે.
જો મિત્રો તમે HDFC બેંક્માં લોકર ભાડા પર મેળવવા માંગો છે. તેમાં લોકર ભાડું 500 રૂપિયાથી લઈને 20000 રુપીયા સુધીનો રહે છે. આ ભાડુ અને ચાર્જ તેના સાઇઝ તેમજ તમે કયાં વિસ્તારમાં આ લોકરની સુવિધા લો છો તેના પર નિર્ભર રહે છે.
મિત્રો કેનેરા બેંક પણ લોકરની સુવિધા ઉપલબ્ધ કરાવે છે જેમાં તમારે લોકર ભાડૂં 1000 થી લઈને 10000 સુધીનું ચુકવવાનુ રહે છે તેમજ તેના પર GST ચાર્જ અને 400 રૂપિયા રજીસ્ટ્રેશન ફિ ચુકવવાનિ રહેશે.
મિત્રો જો તમે ICICI બેંકમાં લોકર સુવિધાનો લાભ મેળવવા માંગો છો તો તમારે 1200 રુપિયાથી લઈને 22000 રુપિયા સુધીનું લોકર ભાડું ચુકવવાનું રહેશે. તેમજ અન્ય ચાર્જ પણ ચુકવવાના રહેશે જે લોકરના વિવિધ કદ પર રહે છે.
જો તમે એક્સિસ બેંકમાં તમારી વસ્તુઓ અને ઘરેણાઓ સુરક્ષિત રાખવા લોકર સુવિધા મેળવવા માંગો છો તો તમારે 1500 રૂપિયાથી લઈને 14256 રુપિયા સુધીનં લોકર ભાડુ ચુકવવાનું રહેશે.
તો મિત્રો જો તમે પણ હવે તમાઋ જરૂરી ઝવેલરી, દસ્તાવેજો અને અન્ય કિમતી વસ્તુઓ સારી સુરક્ષિત જગ્યાએ રાખવા ઇચ્છતા હવો તો બેન્કનું Safe Deposit Lockers તમારા માટે ઉત્તમ વિકલ્પ કહી શકાય. અહી અમે તમામ બેન્કોના રફ ચાર્જિસ સેર કર્યા છે જો તમારે વધુ માહિતી મેળવવી હોય તો તમારી નજીકની બેન્કની મુલાકાત લઈને તમે જરૂરી ચાર્જિસ અને તમે આ લોકરમાં કેટલી કિમત સુધીની વસ્તુ રાખી શકો તેની પણ સંપૂર્ણ માહિતી મેળવી શકો છો.
આ પણ વાંચો:- Old Note Sale: 50 રૂપિયાની આ ગુલાબી રંગની નોટના બદલામાં મેળવો 4 લાખ રૂપિયા, જાણો સંપુર્ણ માહિતી