Unique Business Idea: માત્ર 20000 નું રોકાણ અને મહિને 70000 ની કમાણી કરાવતો ખુરશીમાં બેઠાં બેઠાં થઈ શકે તેવો બિઝનેશ

Unique Business Idea: નમસ્કાર મિત્રો ! ઘણા મિત્રો પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી નોકરીની શોધમાં હોય છે. પરંતુ આજના  સ્પર્ધાત્મક યુગમાં બધાને નોકરી મળવી મુશ્કેલ છે.  ત્યારે ધંધો કરવાનું વિચારતા હોય છે. પરંતુ મૂડી રોકાણની સમસ્યાને લીધે પોતાનો  સ્વતંત્ર બિઝનેસ શરૂ કરી શકતા નથી.  તો વળી કેટલાક મિત્રો નોકરી કરવાનું પસંદ કરવા કરતાં પોતાનો સ્વતંત્ર બિઝનેસ શરૂ કરવા માંગતા હોય છે. પરંતુ શું બિઝનેસ કરવો તેની મૂંઝવણ અનુભવતા હોય છે.

 મિત્રો, આજે અમે આપને માત્ર નજીવા મૂડી રોકાણમાં મહિને સારી કમાણી કરાવતા અને ધંધાકીય હરીફાઈ વગરના એક યુનિક બિઝનેસ આઈડિયાની વાત કરી રહ્યા છીએ. તમારે તમારી દુકાનમાં ખુરશીમાં બેસીને આરામથી થઈ શકે તેવો આ બિઝનેશ છે. આપ લેખના અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેશો, 

Unique Business Idea

 મિત્રો, આજનો યુનિક બિઝનેસ નો આઈડિયા છે. રબર સ્ટેમ્પ બનાવવાનો બિઝનેશ આજકાલ કોમ્પ્યુટરાઝ  રબર સ્ટેમ્પનું ચલણ ચાલે છે. જેમાં એક સ્ટેમ્પ પેડ રાખવાની જરૂર પડતી નથી. તમે ઓછા મૂડી રોકાણમાં અને  તદ્દન નાની જગ્યામાં આ કરી  બિઝનેસ કરી શકો છો.  નાનો લાગતો આ ધંધો કમાણીની દ્રષ્ટિએ સારું વળતર આપે છે.અહી રબ્બર સ્ટેમ્પ બનાવવા અને જૂના રબ્બર સ્ટેમ્પમાં ઇન્ક રીફીલિંગ એમ બે પ્રકારે કમાણી કરાવતો આ બિઝનેશ  મહિનાની અંદર જ   ₹50000 થી 70,000 ની માસિક કમાણી  કરી આપે છે.

ધંધાનું આયોજન કેવી રીતે કરશો

તમારા શહેરમાં કે તમારા ગામથી નજીકના શહેરમાં જ્યાં સૌથી વધુ સરકારી કચેરીઓ આવેલી છે, તેવા વિસ્તારમાં તમારી પોતાની દુકાન અથવા તો ભાડે લઈને એક નાનકડી દુકાન માં તમે તમારો રબર સ્ટેમ્પ બનાવવાનો બિઝનેસ શરૂ કરી શકો છો. તે માટે તમારે રબર સ્ટેમ્પ બનાવવાનું મશીન જેની કિંમત ₹10,000 ની આસપાસની હોય છે તે ખરીદવાનું છે. આ ઉપરાંત સિક્કા બનાવવા માટેનો કાચો માલ આજના આધુનિક સિક્કાઓમાં વપરાતી કાળા રંગની, વાદળી રંગની, અને ભૂરા રંગની, શાહીની થોડીક બોટલો અને તમે ઈચ્છો તો ઓફીસ સ્ટેશનરી પણ રાખી શકો છો. જે તમારી વધારાની આવક પણ તમને આપશે,જે તમને રૂપિયા 10000 જેટલા ખર્ચમાં મળશે આમ ધંધો શરૂ કરવા તમારે 200000 થી 25000 નું મૂડી રોકાણ કરવું પડશે.

SBI Solar Rooftop Loan: SBI સસ્તા વ્યાજ દરે સોલર પેનલ લગાવવા માટે આપી રહી છે લોન

કચેરીમાં વપરાતા વિવિધ સાઈઝના અને વિવિધ પ્રકારના રબર સ્ટેમ્પ બનાવવાનો ખર્ચ સામાન્ય રીતે ₹50 સુધીનો હોય છે. લેટેસ્ટ રબર સ્ટેમ્પમાં ઇન્ક રિફિલિંગ કરવાના ₹200 થી  ₹300 સુધીના લેવામાં આવે છે. આ ઉપરાંત તમે સ્ટેમ્પ પેડ, રફ પેડ, કાર્બન પેપર, વગેરે ઓછી કિંમતની વસ્તુઓ રાખીને  રબર સ્ટેમ્પ સાથે પૂરક વ્યવસાય કરી શકો છો. વળી આ ધંધામાં તાલીમ કે જટિલ પ્રોસેસ પણ નથી હોતી, એટલા માટે ધંધો કરવો પણ ખૂબ સરળ અને શ્રમ વગરનો છે.

નફાની ગણતરી

 લેટેસ્ટ રબર સ્ટેમ્પ બનાવવા માટે અંદાજિત સાઈઝ મુજબ ₹40 થી ₹50 સુધીનો ખર્ચ થાય છે. જો તમે દરરોજના માત્ર 10 રબર  સ્ટેમ્પ ની ગણતરી કરવામાં આવે તો એક રબર સ્ટેમ્પ નો ભાવ 250 રૂપિયાથી ₹300 સુધીનો લેવામાં આવે છે. એ રીતે જોતા જો તમે દિવસ દરમિયાન માત્ર દસ જ રબર સ્ટેમ્પ બનાવીને વેચો છો, તો તમને એક રબર સ્ટેમ્પ દીઠ ₹200 ના નફા પ્રમાણે 10 રબર સ્ટેમ્પ ના રૂપિયા 2000 નો દૈનિક નફો થાય છે. હવે આ રીતે ગણતા માસિક તમે  ₹60,000  નો ધંધો કરી શકો છો. સાથે વેચાણ માટે  રાખવામાં આવેલી પરચુરણ વસ્તુ ના નફામાંથી તમારી દુકાનના  ભાડા વગેરેનો ખર્ચ કાઢતા માસિક ધંધો રૂપિયા 60,000 નો નફો કરી શકો છો.

પોસ્ટ ઓફિસની આરડી સ્કીમમાં 7000 રૂપિયાનું રોકાણ કરીને મેળવો 12 લાખ રૂપિયા

પ્રચાર પ્રસાર

તમારા રબર સ્ટેમ્પના ધંધાને વિકસાવવા માટે  તમારા વિસ્તારની વિવિધ કચેરીઓની  મુલાકાત લઈ શકો છો. તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી મફતમાં તમારા ધંધાનો પ્રચાર પ્રસાર કરી ગ્રાહકોને વધારી શકો છો. તમે તમારા ધંધા ને તમારા શહેર  પૂરતું મર્યાદિત ન રાખતા દૂર દૂર સુધી ફેલાવી શકો છો. Amazon અને  flipkart જેવા પ્લેટફોર્મ નો ઉપયોગ કરીને પણ તમારા ધંધાનો વિકાસ કરી શકો છો.

સારાંશ

મિત્રો નોકરીમાં પૂર્ણ સમય આપીને  તમે નાની નોકરીમાં  ઊંચો પગાર મેળવી શકતા નથી. જ્યારે પોતાના ધંધામાં તમે સ્વતંત્રતા અનુભવી શકો છો. અને પગાર જેટલું જ ભણતર મેળવી શકો છો. માટે જ ઘણા લોકો નોકરીની સરખામણીમાં પોતાનો સ્વતંત્ર બિઝનેસ કરવાનું વધુ પસંદ કરતા હોય છે. ઘણી વખત મોટા મૂડી રોકાણ વાળા ધંધા  કરતાં  કમાણીની દૃષ્ટિએ નાના ધંધાઓ વધુ સારું વળતર આપતા હોય છે.

આ પણ વાંચો : સ્ટીવિયાની ખેતી કરીને વર્ષે કમાઓ 10 લાખ રૂપિયા, જાણો આ પાક વિશે સંપુર્ણ માહિતી

મિત્રો,યુનિક બિઝનેસ આઈડિયા( Unique Business Idea ) નો રબર સ્ટેમ્પ બનાવવાનો અમારો આ આજનો આર્ટીકલ આપને કેવો લાગ્યો તે અમોને કોમેન્ટ બોક્સમાં અચૂક જણાવવા વિનંતી. તેમજ અમારો આર્ટીકલ વાંચવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર !

Leave a Comment