Check Light Bill Online: હવે ઘરે બેઠા તમારું લાઈટ બિલ ચેક કરી ઓનલાઈન ભરો

Check Light Bill Online: મિત્રો અત્યારે બધાના ઘરે વીજળીનો ઘણો બધો ઉપયોગ થતો હોય છે અને ગુજરાતમાં ખાસ કરીને 24 કલાક વીજળી મળતા દરેક મહિને લોકોને લાઈટ બિલ ભરવા પડતા હોય છે. તો આ લાઈટ બિલો ભરવા માટે તમારે નજીકની વીજ કંપનીની ઓફિસે જવું પડતું હોય છે અને તમે ત્યાં જઈને લાઈનમાં લાંબો સમય ઊભા રહીને લાઇટ બિલ ભરો છો. તો આજે અમારા લેખની મદદથી તમારો સમય બગાડ્યા વગર ઘરે બેઠા જ મોબાઈલથી કેવી લાઈટ બિલ ભરવું તેની સંપૂર્ણ માહિતી આ લેખથી મળવી શકશો.

Check Light Bill Online

Check Light Bill Online: મિત્રો તમે જાણતા હશો કે ગુજરાતમાં કુલ પાંચ ઝોન આવેલા છે જેમાં અલગ અલગ વીજ કંપનીઓને દ્વારા વિવિધ જિલ્લાઓનો સમાવેશ થાય છે જેમ કે ઉત્તર ગુજરાતમાં UGVCL, મધ્ય ગુજરાતમાં MGVCL, દક્ષિણ ગુજરાતમાં DGVCL અને પશ્વિમ ગુજરાતમાં PGVCL  સંસ્થાઓ દ્વારા સંચાલિત થાય છે. તો તમે આમાંથી કયા ઝોન માં આવો છો તે સૌથી પહેલા ખબર હોવી જોઈએ જો તમે ઉત્તર ગુજરાતના છો તો તમારે UGVCL ની સત્તાવાર વેબસાઈટ પરથી તમારી લાઈટ બિલની ચકાસણી કરી શકો છો જેના માટેના સ્ટેપ અમે અહીં નીચે શેર કરેલ છે.

લાઈટ બિલ ઓનલાઈન કેવી રીતે ચેક કરવું?

મિત્રો જો તમે તમારું લાઈટ બિલ નું સ્ટેટસ ( Check Light Bill Status Online) ચકાસવા માગતા હો તો તમારે તમારા ઝોનને સત્તાવાર વેબસાઈટ પર જવું પડશે અમે અહીં ઉત્તર ગુજરાત ઝોનના લાઈટ બિલ કેવી રીતે તપાસોવા તેની માહિતી શેર કરીશું અને અન્ય ઝોનની લિન્ક નીચે શેર કરીશું

  • UGVCL માં બિલ પેમેન્ટ સ્ટેટસ માટે તમારે સૌ પહેલા google માં ugvcl ટાઈપ કરવું પડશે
  • ત્યારબાદ UGVCL સત્તાવાર વેબસાઈટ પર જાઑ.
  • હોમ પેજ પર બિલ એન્ડ પેમેન્ટ સ્ટેટસ પર ક્લિક કરો
  • હવે તમને નીચે મુજબનો પેજ દેખાશે જેમાં તમારો કન્ઝ્યુમર નંબર દાખલ કરો
  •  ત્યારબાદ નીચે આપેલ સિક્યુરિટી કોડ દાખલ કરીને સર્ચ બટન પર ક્લિક કરો

Navodaya Waiting List 2024: નવોદય વિધાલય વેઈટિંગ લિસ્ટ ચેક કરો ઓનલાઈન, જાણો સંપૂર્ણ માહિતી

ઉપરોક્ત પગલા અનુસરીને તમે તમારા લાઈટ બિલનું સ્ટેટસ જોઈ શકો છો અને ત્યારબાદ જો બિલ ચૂકવણો બાકી હોય તો તમે અમારા નીચે આપેલ સ્ટેપની મદદથી ઓનલાઇન બિલ પણ ભરી શકશો

ઓનલાઈન લાઈટ બિલ કેવી રીતે ભરવું?

Check Light Bill Online: મિત્રો જો તમે તમારું લાઈટ બિલ ઓનલાઇન ભરવા માગતા હો તો તમે PhonePay, Paytm અથવા Google Pay જેવી એપ્લિકેશન ની મદદ લઈ શકો છો જેના માટે નીચેના પગલાં અનુસરી શકો છો.

  •  સૌ પ્રથમ તમારા મોબાઇલમાં PhonePay ઓપન કરો 
  • હવે તમને હોમ પેજ પર Recharge & Pay Bills સેક્સનમાં Electricity ઓપ્શન દેખાશે જેના પર ક્લિક કરો
  • હવે તમારી સામે એક નવું પેજ ખુલશે જેમાં તમારો ઝોન પસંદ કરો જેમ કે જો તમે ઉત્તર ઝોનમાં આવો છો તો તમે UGVCL પસંદ કરી શકો
  • હવે તમારો કન્ઝ્યુમર નંબર દાખલ કરો અને તમારુ કેટલું બિલ બાકી હતું તે રકમ દાખલ કરીને Pay બટન પર ક્લિક કરો
  • ત્યારબાદ તમારો ફોન પે નો UPI Code દાખલ કરીને તમે ઓનલાઇન પેમેન્ટ પૂરું કરી શકો છો.

Read More:- Unique Business Idea: માત્ર 20000 નું રોકાણ અને મહિને 70000 ની કમાણી કરાવતો ખુરશીમાં બેઠાં બેઠાં થઈ શકે તેવો બિઝનેશ

તો મિત્રો તમે હવે ઘરે બેઠા ઉપરોક્ત આપેલી માહિતી મદદથી ઓનલાઇન લાઈટ બિલ ચેક કરીને ઓનલાઈન જ ભરી શકો છો જેથી તમે અથવા તો તમારા ઘરના કોઈ પણ વ્યક્તિને વીજ કંપનીની ઓફિસના ધક્કા ખાવાની જરૂર રહેતી નથી. જો મિત્રો તમને આ માહિતી પસંદ આવી હોય તો તમારા મિત્રો સાથે શેર કરો અને આવી રસપ્રદ માહિતી સૌ પહેલા મેળવવા માટે તમે અમારા Whatsapp ગ્રુપમાં જોડાઈ શકો છો અને જેની લીંક નીચે આપેલ છે.

Leave a Comment