RTE Gujarat Admission: RTE હેઠળ શાળાની પુન:પસંદગી કરવા માંગો છો, તો આટલું નોધી લો

RTE Gujarat Admission 2024-25: મિત્રો Right to Education અંતર્ગત શૈક્ષણિક વર્ષ 2024-25 માટે શાળામાં એડમિશન સારું RTE ફોર્મ તારીખ 14 માર્ચ થી લઈને 26 માર્ચ 2024 સુધી ઓનલાઈન ભરાયા હતા. ત્યારે આ પ્રવેશ પ્રક્રિયા હેઠળ બે પ્રવેશ રાઉન્ડ પૂર્ણ થઈ ગયેલ છે. અને હવે ત્રીજા રાઉન્ડને લઈને મહતવની અપડેટ બહાર આવી છે. જે તમામ વાલીઓએ જાણવી જરૂરી છે.

મિત્રો RTE Gujarat Admission 2024-25 માટે જે વિદ્યાર્થી અથવા વાલી મિત્રો તેમના બાળકો માટે શાળા બદલવા માંગતા હોવ તો શાળાઓની પુન:પસંદગી માટે તારીખ 24 મે થી લઈને 26 મે સુધી ઓનલાઈન અરજી કરી શકો છો. આ માટે તમારે વિધાર્થીનો અરજી નંબર અને જન્મ તારીખ દાખલ કરીને તમારી શાળાની પસંદગી બદલી શકો છો. 

RTE Gujarat Admission હેઠળ કેવી રીતે શાળાની પુન: પસંદગી કરવી?

મિત્રો જે વિધાર્થી મિત્રો અગાઉ શાળાની પસંદગી કરી ચુકયા છે અને હવે તેઓ શાળાની પુન: પસંદગી કરવા માંગતા હોય તો તેમના માટે આ છેલ્લી તક છે. જે માટે તમારે નીચેના પગલાં અનુસરવા પડશે.

  • સૌ પ્રથમ ગુજરાત સરકારનું https://rte.orpgujarat.com/ પોર્ટલ પર જાઓ.
  • હવે તમને શાળાની પુન:પસંદગી મેનુ દેખાશે તેના પર ક્લિક કરો.
  • ત્યારબાદ તમારો અરજી નંબર અને જન્મ તારીખ દાખલ કરો
  • હવે તમને શાળાની પુન: પસંદગી ઓપ્શનમાં તમારા પસંદગીના ક્રમ મુજબ શાળાની પસંદગી કરવાની રહેશે.
  • છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરીને તમે પ્રિન્ટ ની નકલ સાચવી રાખવાની રહેશે,

મિત્રો જો તમે પુન: પસંદગી કરતા નથી તો તમે જે અગાઉ શાળા પસંદ કરી હતી તે શાળાને માન્ય રાખીને ત્રીજા રાઉન્ડની પ્રવેશ પ્રકિયા લિસ્ટ બહાર પડશે. 

મિત્રો આરટીઈ પ્રવેશ પ્રક્રિયાના કુલ ૪ રાઉન્ડમાં પ્રવેશ પ્રક્રિયા યોજાશે જેમાં વિદ્યાર્થી મિત્રો પોતાના અરજી નંબર અને જન્મ તારીખ ની મદદથી સત્તાવાર સાઇટ પર જઈને પોતાનું નામ લિસ્ટમાં તપાસી શકે છે.

શું છે આરટીઈ?

મિત્રો RTE એ એક શિક્ષણનો અધિકાર કાયદો છે. જેનાં અંતર્ગત 1 થી 14 વર્ષ સુધીના બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણની ખાતરી આપે છે.  આ કાયદાં અતર્ગત શિક્ષણથી વંચિત બાળકોને મફત અને ફરજીયાત શિક્ષન આપે છે. આ કાયદાથી ભારત  વિશ્વાના 135 દેશોમાંનો એક એવો દેશ બન્યો કે જ્યાં શિક્ષણનો મૂળભૂત અધિકાર છે.

Read More:- Purak Pariksha: ધોરણ 10 અને 12 ની પુરક પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર, અહિંથી ચેક કરો

Leave a Comment