Solar Power Bank: મિત્રો હવે ઉનાળાની સીઝન શરૂ થઈ ગઈ છે અને ત્યારે આ સિઝન દરમિયાન આંધી અને વંટોળ જેવા માહોલમાં ઘણીવાર વીજળી કટ ઓફ થતી હોય છે. તેના લીધે લોકોને ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે જેમ કે લાઈટ કટ ઓફ થતા પંખા અને ઇલેક્ટ્રોનિક ઉપકરણ ચાલતા બંધ થઈ જાય છે. કેટલાક ઘરોમાં ઈન્વેટર લગાવેલું હોય છે. પરંતુ તે પણ થોડા કલાકો બાદ તેની બેટરી ખતમ થતાં કટ ઓફ થાય ત્યાર પછી લોકો કંટાળી જાય છે અને શું કરવું તે તેમના મગજમાં વિચારો આવતા રહે છે.
મિત્રો અત્યારે દરેક વ્યક્તિ મોબાઇલ સાથે સંકળાયેલી રહે છે ત્યારે આ બેસતા ચોમાસાની સિઝનમાં બે થી ત્રણ દિવસ સુધી લાઇટ કટ ઓફ થઈ શકવાની સંભાવનાઓ રહે છે. જેના કારણે લોકો પોતાના મોબાઈલ ચાલુ ન હોય તો તેના માટે વિવિધ પાવર બેંક અગાઉથી ખરીદી લેતા હોય છે અને ત્યારબાદ તેઓ પોતાનો ફોન ચાર્જ કરીને તેનો આનંદ માણતા રહે છે પરંતુ પાવર બેંકમાં ચાર્જ ખતમ થતાં ફરીથી ચાર્જ કરવાનો મોકો પણ મળતો નથી જેથી કરીને મોબાઈલ પર કટ ઓફ થઈ શકે છે.
તો મિત્રો આજે અમે તમારા માટે સોલર પાવર બેંક લઈને આવ્યા છીએ. આ સોલર પાવર બેંકમાં લાઈટની જરુર રહેતી નથી અને ઉનાળા કે ચોમાસાની સિઝનમાં જ્યારે લાઈટ કટઓફ થાય ત્યારે તે તમારા મોબાઇલને ચાર્જ કરવા માટે ખૂબ જ ઉપયોગી નિવડી શકે છે. તો આ લેખમાં આજે આપણે આ સોલર પાવર બેંક ની કિંમત અને તેના ફિચર વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું.
તો આ સોલર પાવર બેંક સૌર ઉર્જાથી ચાલતા પાવર બેંક છે. જેને તમારે ચાર્જ કરવાની જરૂર રહેશે તે ઓટોમેટિક સોલર ઉર્જા થી ચાર્જ થઈ જશે અને તમે તમારા મોબાઇલને પણ આરામથી ચાર્જ કરી શકો છો. વધુમાં આપ સોલર પાવર બેંક ની કિંમત માત્ર 999 રૂપિયા જેથી શરૂ થાય છે ત્યારે તેમને મુસાફરી દરમિયાન તેમજ ચોમાસાની સીઝન નો ખૂબ જ ઉપયોગી નિવડી શકે છે, તેમજ આ સોલાર પાવર બેંક વોટરપ્રૂફ છે જેથી ચોમાસાની સિઝનમાં પણ તે ખરાબ થશે નહી.
1500mAh Small Solar Power Bank
મિત્રો તમે બજારમાંથી આ સોલર પાવર બેંક ને 999 રૂપિયા નો ખરીદી શકો છો અને ગમે તે ડિઝાઇનમાં મળશે. તેમ જ તેની ટાઈપ સી પીન સાથે જોડાણ કરી ચાર્જ કરી શકશો. તમને આમાં મોનોક્રિસ્ટલાઇન પેનલ મળશે જે તમને 1500 એમએચ સ્મોલ બેટરી સાથે ઉપલબ્ધ થશે.
MRGB સોલર પાવર બેંક ચાર્જર
મિત્રો જો તમે 42800 mAh બેટરી વાળો સોલાર પાવર મેળવવા માંગો છો. તો તેના માટે MRGB સોલર પાવર બેંક ચાર્જર
બેસ્ટ ઓપ્શન છે. અને તમને આ સોલર પાવર 5299 રૂપિયામાં મળશે અને જે તમને મલ્ટિપલ ચાર્જ પોર્ટની સુવિધા પણ ઉપલબ્ધ કરાવે છે. તો તમે સોલર પાવર બેંક ખરીદવાનું વિચારી રહ્યા છો તે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો.