BPL Ration Card: હવે ઘરે બેઠા જ બનાવો નવું રેશનકાર્ડ, રેશનકાર્ડ યાદીમાં તમારુ નામ દાખલો કરો

BPL Ration Card: મિત્રો અત્યારે સામાન્ય નાગરિક માટે સૌથી અગત્યનું દસ્તાવેજ એટલે કે રેશનકાર્ડ કહી શકાય કેમ કે જો આર્થિક રીતે પછાત વ્યક્તિ પાસે રેશનકાર્ડ નહીં હોય તો તે સરકારની મોટાભાગની સ્કીમો અને સરકાર તરફથી મળતું મફત અનાજના લાભો મેળવી શકશે નહીં. તો આજે આપણે અહીં રેશનકાર્ડ માટે અરજી કરવાની રીત વિશે સમજીશું જેની મદદથી તમે ઘરે બેઠા જ નવું રેશનકાર્ડ માટે અરજી પ્રક્રિયા પૂર્ણ કરી અને તમારું નામ રેશનકાર્ડ યાદીમાં લાવી શકો છો.

મિત્રો તમે જાણ્યું હશે કે ઘણી વખત સરકાર દ્વારા રેશનકાર્ડને યાદી ઓનલાઈન બહાર પાડવામાં આવે છે. જેમાં બીપીએલ લાભાર્થી જો યાદીમાં નામ ધરાવતા હોય તો તેઓને સરકાર તરફથી કેટલીક વિશેષ સુવિધાઓ અને મફત સહાય આપવામાં આવે છે. તો જો તમે આ રેશનકાર્ડ યાદીમાં તમારું નામ લાવવા માગતા હો તો તમારે સૌ પ્રથમ રેશનકાર્ડ બનાવવું પડશે અને ત્યારબાદ તમે તમારું નામ યાદીમાંથી લાવી શકશો

મિત્રો સરકાર દ્વારા રેશનકાર્ડ માટે એક અધિકૃત પોર્ટલ બહાર પાડવામાં આવ્યું છે. જ્યાં રેશનકાર્ડ સંબંધિત તમામ વિગતો તમે મેળવી શકો છો અને નવા રેશનકાર્ડ અને મળવા પાત્ર જથ્થા વગેરેની વિગતો પણ ચકાસી શકો છો. તો આ પોર્ટલની મદદથી તમે ઓનલાઇન રેશનકાર્ડ માટે અરજી કેવી રીતે કરશો અને ત્યારબાદ સસ્તા ભાવની વ્યાજબી દુકાને અનાજનો લાભ તેમજ સરકારી યોજનાનો લાભ મેળવી શકશો.

તો ચાલો આપણે જાણીએ તે રેશનકાર્ડ માટે અરજી કરતાં પહેલા કયા દસ્તાવેજની જરૂર રહેશે. તેમજ તેનાથી તમે શું લાભ થશે અને શું તમે રેશનકાર્ડ બનાવવા માટે પાત્ર છો કે નહીં તેની વિશે પણ સંપૂર્ણ માહિતી આ લેખના માધ્યમથી મેળવીશું.

BPL Ration Card ના ફાયદા

  •  તમને રેશનકાર્ડની મદદથી દર મહિને સસ્તા અનાજની દુકાનેથી મફત રાશન મેળવી શકો છો
  • બીપીએલ રેશનકાર્ડ ધારકોને પીએમ આવાસ યોજના અંતર્ગત પોતાનું આવાસ માટે લાભો મળે છે
  • બીપીએલ રેશનકાર્ડ ધારકોને સરકારને વિવિધ યોજનાઓનો લાભ મળે છે
  • રેશનકાર્ડ એ સૌથી અગત્યનું દસ્તાવેજ છે જે તમારા પુરાવા તરીકે ઉપયોગી થઈ શકે છે

BPL રેશન કાર્ડ માટે જરૂરી દસ્તાવેજો

  • આધાર કાર્ડ
  • મતદાર આઈડી કાર્ડ
  • સરનામાનો પુરાવો
  • મોબાઇલ નંબર

યોગ્યતાના માપદંડ

જે મિત્રો રેશનકાર્ડ માટે અરજી કરવા માંગે છે તેઓની ઉંમર 18 વર્ષ કે તેથી વધુની હોવી જોઈએ તેમજ તેમનો પરિવારના કોઈ પણ સભ્ય સરકારી નોકરી કરતો ન હોવો જોઈએ અને પરિવારની પરિસ્થિતિ આર્થિક રીતે પછાત હોય તો તેઓ રેશનકાર્ડ માત્ર એક પાત્ર રહેશે. વધુમાં આવકવેરા વગેરે ચૂકવતા હોવા જોઈએ નહીં અને સરકારેની શરતો મુજબ તમારો સ્કોર ચકાસીને તમારી યોગ્યતા નક્કી થાય છે.

બી.પી.એલ રેશનકાર્ડ માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી

  • સૌ પ્રથમ ખાદ્ય પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
  • ત્યારબાદ પોર્ટલ પર લોગિન કરો અને રેશન કાર્ડ અરજી ફોર્મમાં વિગતો ભરો
  • હવે ફોર્મમાં જરૂરી દસ્તાવેજો જેમ કે ID પ્રૂફ, રહેઠાણનો પુરાવો વગેરે અપલોડ કરો.
  • રેશનકાર્ડ બનવવા માટેની અરજી ફી ચૂકવો.
  • હવે તમારુ રેશનકાર્ડનું ફોર્મ સબમિટ કરો.
  • અધિકારીઓ દ્વારા તમારી વિગતોની ચકાસણી કરવામાં આવશે અને યોગ્યતા મુજબ રેશનકાર્ડ જારી કરવામાં આવશે.

Read More:- દિકરીના નામે આ યોજનામાં રોકાણ કરો, સરકાર આપશે 70 લાખ રૂપિયા, તમે ગણતરી સમજીને જ કૂદી પડશો – Sukanya Samriddhi Yojana (SSY) Scheme

મિત્રો આવી રીતે તમે BPL Ration Card માટે ઓનલાઈન અરજી કરી શકો છો, એકવાર રેશનકાર્ડ મળ્યા બાદ તમે રેશનકાર્ડ યાદીમાં તમારુ નામ ચેક કરી શકો છો.

3 thoughts on “BPL Ration Card: હવે ઘરે બેઠા જ બનાવો નવું રેશનકાર્ડ, રેશનકાર્ડ યાદીમાં તમારુ નામ દાખલો કરો”

Leave a Comment