Gold Rate Today: મિત્રો, સોનાના ભાવમાં વર્ષોથી સતત વધારો થતો આવ્યો છે, અત્યારે આ એપ્રિલ મહીનામાં સોનાના ભાવનો નવો રેકોર્ડ સર્જાયો છે, અત્યારે સોનું ઓલ ટાઈમ હાઇ પર ચાલી રહ્યું છે જે રૂપિયા 72750 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેન્ડ કરી રહ્યું છે. ત્યારે દરેક આમ નાગરીકના મગજમાં એક જ વિચાર હશે કે શું સોનું આ સમયે ખરીદવું કે નહી અને નિષ્ણાતોનું આ વાયદા બજાર ભાવ વિષે શું કહેવું છે તેના વિષે સંપૂર્ણ માહિતી આ લેખમાં મેળવીશું.
આ અઠવાડિયામાં સોનાનો રેકોર્ડ બ્રેક ભાવ 72750 રહ્યો હતો ત્યારે નિષણાતોનું માનવું છે કે આ વર્ષના અંત સુધીમાં સોનાની કિમત રૂ. 75000 પ્રતિ 10 ગ્રામ પાર કરશે જ્યારે ચાંદી 90000 રૂપિયા પ્રતિ કિલો સુધી પોહચી શકે છે. સોનાના બજારમાં સતત બીજા અઠવાડિયે પણ આ વધારાનું કારણ યુએસ ફેડ દ્વારા વ્યાજ દર ઘટાડાવાનું કારણ હોઈ શકે છે.
સોનાના ભાવમાં હજુ પણ તેજી યથાવત
જે મિત્રો હજુ પણ સોનું ખરીદવાનું વિચારી રહ્યા છે તેઓ જલ્દીથી સોનાની ખરીદી કરી લે કેમ કે સોનું આવનાર સમયમાં હજુ પણ વધુ ઊચી સપાટીએ પોહચી શકે છે. ગયા વર્ષે સોનાના ભાવમાં કુલ વધારો વર્ષ દરમિયાન 16 ટકાનો રહ્યો હતો જે તમને મ્યુચ્યુયલ ફંડ કરતાંપણ સારું રીટર્ન કહી શકાય. જ્યારે ચાંદી પણ વર્ષ 2023 માં 85 હજારથી 90 હજાર સુધી પોહચી ગઈ જે ખરીદારોને સંકેત આપે છે હજુ આવનાર દિવસોમાં ભાવ વધી શકે છે.
Read More: Vadodara Airport Recruitment: વડોદરા એરપોર્ટ માટે 10 પાસ પર વિવિધ જગ્યાઓ માટે ભરતી
જાણો આજના સોનાના ભાવ – Gold Rate Today
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) દ્વારા સોનાના અને ચાંદીના ભાવ જારી કરવામાં આવે છે. જેમાં GST વગેરે સામલી હોતું નથી. તો આજે આપણે અહી દેશના મુખ્ય શહેરોના 22 અને 24 કેરેટ સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ શું છે તે અહીથી જાણીશું.
શહેર | 22 કેરેટના ભાવ | 24 કેરેટના ભાવ |
અમદાવાદ | 66600 | 72650 |
દિલ્હી | 66700 | 72750 |
મુંબઈ | 66550 | 72600 |
સુરત્ત | 66600 | 72650 |
આજના ચાંદીના દર
આજે તારીખ 30 એપ્રિલ 2024 ના રોજ ચાંદીના ભાવમાં ફરીથી ઘટાડો જોવા મળ્યો છે. ગઈકાલે ચાંદીના ભાવ 84000 રૂપિયા પ્રતિ કિલો હતા જે આજે માર્કેટ ખૂલતાં સાથે 500 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અને આજ મંગળવારે ચાંદીના ભાવ 83550 રૂપિયા પ્રતિ કિલો પર પોહચી ગયો છે. તો મિત્રો આ વર્ષે હજુ પણ ચાંદીના ભાવ વધશે તેવું નિષ્ણાતોનું કેહવું છે જેના બાબતે તમારો શું અભિપ્રાય છે તે અમને કોમેન્ટ કરીને જણાવજો.
Read More: Price of Mango: કેરીના ભાવમાં ફરી થોડો ઘટાડો જોવા મળ્યો, જાણો આજના કેરીના ભાવ